-
Today 22-12-2024 12:52:am
પાકિસ્તાનની ઇન્ટર સર્વિસ ઇન્ટેલિજન્સ માટે કામ કરતા રજાક સુમાર કુભાર પર ગુનો સાબિત થઈ જતા લખનોની અદાલતે તેને ૬ વર્ષ માટે જેલમાં ધકેલી દીધો છે જાન્યુઆરી 2020 માં ઉત્તર પ્રદેશના ગોમતીનગરની એન્ટી ટેરેરિસ્ટ વારાણસીમાંથી મોહમ્મદ રસીદ ઈદ્રીસ નામના યુવાનની ધરપકડ કરી હતી. તેની પૂછપરછ દરમિયાન મુન્દ્રાના કુંભારવાતમાં રહેતો રજાક કુંભાર પણ આ સમગ્ર મામલામાં સંડોવાયેલો હોવાનું બહાર આવતા તેને ઉઠાવી લેવાયો હતો નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી એ મુદ્રા ખાતે દરોડો પાડીને ડોક્યુમેન્ટમાં નોકરી કરતા રજાકને પકડ્યો હતો અને તેના ઘર ની જડતી લેતા તેમાં અમુક વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા હતા રસીદ ના સગા પાકિસ્તાનમાં રહેતા હોવાથી તે પાકિસ્તાન ગયો હતો અને ત્યાં આર.એસ.આઇ ના સંપર્કમાં આવ્યો હતો. ત્યારબાદ તેણે ભારતીય સંરક્ષણ દળ સંબંધિત મહિતી અને તસવીરો પાકિસ્તાની એજન્સીને મોકલી હતી.ત્યારબાદ તે રજાક ના સંપર્ક માં આવ્યો હતો અને આર્થિક લેવડ દેવડ કરાઈ હતી.તપાસ માં એવું તારણ નીકળ્યું હતું કે પાક ની એજન્સી ના કેહવાથી રજાકે પેટીએમ વડે રિઝવાન નામના વ્યક્તિ ને પાંચ હજાર રૂપિયા ટ્રાન્સફર કરેલા જે પછીથી રશીદ સુધી પહુંચ્યાં હતા. હવે રશીદ સાથે રજાક ને પણ છ વર્ષ ની સખત કેદ ની સજા સંભળાવવામાં આવી છે.