-
Today 22-12-2024 01:20:am
રેલ્વે એ સૌથી સસ્તો અને સારો પરિવહન માધ્યમ છે પરંતુ કચ્છના ભુજ સુધી આવીને ટ્રેન રોકાઈ જાય છે એ બાબતે ઘણા વર્ષોથી લોકોને આસંતોષ છે. ભુજ થી માત્ર એક કલાકના અંતરે આવેલા માંડવી માટે પણ રેલ્વે સ્ટેશન ઉતરીને ટેક્સી અથવા બસનો સહારો લેવો પડે છે ત્યારે છેક છેવાળાના એવા નલિયા સુધી બ્રોડગેજ લાઈન નું કામ પૂરું કરી દેવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીના હસ્તે આ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે. 1094 કરોડ ના ખર્ચે થયેલું ગેજ કન્વર્ઝન લોકો માટે તો ઉપયોગી વર્ષે જ પરંતુ સાથે સાથે વિસ્તારમાં મળી આવતા ખનીજ ના પરિવહન માટે અત્યંત ઉપયોગી થઈ પડશે. હાલ આ ટ્રેક પર માલગાડી ચલાવવામાં આવી રહી છે અને પેસેન્જર ગાડી નો ટ્રાયલ રન પણ થઈ ચૂક્યો છે ભુજ નલિયા સુધીની ટ્રેક નું બ્રોડગેજમાં રૂપાંતર થઈ ચૂક્યો છે ત્યારે હવે આ ટ્રેક વાયોર સુધી ટ્રેક લંબાવવા માટે નવા કામગીરી પૂર્ણ થતાં વયોર સુધી ટ્રેન પહોંચશે. આ ટ્રેન શરૂ થતા અબડાસા લખપત અને નખત્રાણા તાલુકાના ફાયદો થશે.રેલ્વે ના સૂત્ર પ્રમાણે દેશના સૌથી ટૂંકા અંતરના નાનકડા એવા રુટ પર માત્ર થોડાક જ સ્ટોપ આપવામાં આવ્યા છે.