-
Today 22-12-2024 01:07:am
પોતાના વતનથી દૂર ઘર પરિવારથી દૂર દિવાળી મનાવવી એટલે તમામ ઉત્સાહતા કશુક ખૂટતું હોવાનો અનુભવ. આ નાનકડા ખટકા સાથે પણ સરહદો પર સંત્રીઓ ચોવીસે કલાક મુસ્તેદ રહીને આપણી , આપણા દેશની સેવા માટે ખડે પગે હોય છે . તમામ પર્વ પર જ્યારે તેમને યાદ કરવામાં આવે ત્યારે સ્વાભાવિક છે એક અનોખો માહોલ સર્જાતો હોય છે પછી તે રક્ષાબંધન પર સરહદ પરના સંત્રીઓને રાખી બાંધવા પહોંચતી થાની બહેનો હોય ટ્રસ્ટ સમાજ જેવી સંસ્થાઓ અથવા તો સાંસદ જેવા વ્યક્તિ હોય કે જે આ જવાનોને યાદ કરીને જવાનો સાથે તહેવારોની ખુશી વેચવા પહોંચે છે સરહદ પરની સલામતી સરહદના સંત્રીઓના હાથમાં છે તો દેશની અંદર ન્યાય વ્યવસ્થા અને કાયદો જળવાઈ રહે તે માટે 24 કલાક ખડે પગે રહેતા પોલીસ દળ ની કુરબાની પણ કાંઈ ઓછી નથી. તો પણ દિવાળીના તહેવારો હોય કે ઈદ તમામ તહેવારો વખતે ફરજ પર હાજર હોય છે તેથી સ્વાભાવિક છે તેઓ તેમના સરહદ પરના સાથીઓના હૃદયની લાગણીઓ વધુ સારી રીતે સમજી શકે. પશ્ચિમ કચ્છ એસ પી વિકાસ સુંડા તેમજ પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર દ્વારા દિવાળી પૂર્વે સરહદ પરના સંત્રીઓ સાથે એક સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમણે તમામ જવાનો તથા તેમના પરિવારને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી. આ તકે ઉપસ્થિત તમામ લોકો ખુશીથી એકબીજાને મળ્યા હતા અને દિવાળી પૂર્વે જ જાણે સમગ્ર વાતાવરણ ફુલઝર ની જેમ ઝગમગી ઉઠ્યુ હતું.