-
Today 22-12-2024 12:40:am
દિવાળી ના તહેવારોની ચારે તરફ ઉજવણી શરૂ થઈ ચૂકી છે ત્યારે દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડ ના વડા એવા એર માર્શલ નર્મદેશ્વર તિવારી (એવીએસએમ) વી એમ એ દક્ષિણ પશ્ચિમ ક્ષેત્રના ફ્રન્ટ લાઇન બેઝની મુલાકાત લીધી હતી અને વાયુદળ ના જવાનો સાથે દિવાળી ઉજવી હતી એર માર્શલે સ્ટેશન પરના અધિકારીઓ સાથે વાતચીત કરી હતી અને તેમને મીઠાઈ વહેંચી હતી તેમણે સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ ને ઉચ્ચ સ્થળની કાર્યક્ષમતા જાળવી રાખવા બદલ ખૂબ જ શુભેચ્છા પાઠવી હતી. માત્ર કાર્યક્ષેત્ર જ નહીં પરંતુ તમામ સ્તરે સ્ટેશનના અધિકારીઓ કર્મચારીઓ ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે તેમને શુભેચ્છા પાઠવી તેમના પરિવારો અને જવાનો ને દિવાળી ખૂબ જ શુભ રહે તેવી આશા વ્યક્ત કરી હતી