-
Today 22-12-2024 01:17:am
અંદાજે બાવીસ વર્ષ પૂર્વે ભચાઉ ના ચોબારી ખાતે ભૂકંપગ્રસ્ત લોકો સાથે દિવાળી ઉજવનારા મુખ્યમંત્રી મોદી આજે વડાપ્રધાન બની ને કચ્છ સરહદે ફરી એક વાર દિવાળી ઉજવવા પહોંચ્યા છે . વડાપ્રધાન બન્યા પછી તેઓ કાશ્મીર સહિત ની સરહદે જવાનો સાથે દિવાળી નો તેહવાર માનવી ચૂક્યા છે.આ વખતે તેઓ કચ્છ સરહદે આવી પહોંચ્યા હતા અને સેના,નૌકા દળ,વાયુ દળ અને સીમા સુરક્ષા દળ ના જવાનો સાથે દિવાળી ની ઉજવણી કરી હતી. તેમણે જવાનો ને મીઠાઈ ખવડાવી ને મોઢા મીઠા કરાવ્યા હતા . ત્રણ દિવસ માં બીજી વખત વડાપ્રધાન ગુજરાતની યાત્રાએ આવ્યા છે.આજે સવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ તેઓ કચ્છ સરહદે આવી પહોંચ્યા હતા. તેમણે સિર ક્રીક એરિયા માં લક્કી નાળા ખાતે સંરક્ષણ દળોના જવાનો ને તેહવારોની શુભેચ્છા પાઠવી હતી.