-
Today 22-12-2024 01:15:am
મુન્દ્રા પોર્ટ પર ફરી એક વખત પ્રતિબંધિત જથ્થા સાથે પાંચ કન્ટેનર સીઝ કરવામાં આવ્યા છે. આ વખતે રાજસ્થાનથી જથ્થો દુબઈ મોકલવાનો છે એવી જાહેરાત કરવામાં આવી હતી અને તેના બદલે ચીનમાં મોટા પાયે જેની માંગ છે એવો ગાર્નેટનો જથ્થો મોકલાઈ રહ્યો હતો ત્યારે કસ્ટમ ની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન એન્ડ ઇન્ટેલિજન્સ બ્રાન્ચ ત્રાટકી હતી. કસ્ટમની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન એન્ડ ઇન્ટેલિજન્સ બ્રાન્ચ દ્વારા 140 ટન જેટલો પ્રતિબંધિત જથ્થો પકડી પાડવામાં આવ્યો . પાંચ કન્ટેનરમાં ભરવામાં આવેલો જથ્થો હકીકતમાં બેન્ટોનાઈટ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ તપાસ ટીમ દ્વારા કન્ટેનર ખોલવામાં આવતા તેમાં બેનટેનાઇટ નહીં પરંતુ ગાર્નેટ હોવાનું જાણવા મળતા મુન્દ્રા પોર્ટ ખાતે જ પાંચ કન્ટેનર સીઝ કરી દેવામાં આવ્યા હતા. મિસ ડિકલેરેશન નો મામલો હોવાની શક્યતાના પગલે તપાસ કરતા થયો ધડાકો: રાજસ્થાનથી દુબઈ માલ મોકલવાનો હોવાની ખોટી વિગત આપી પ્રતિબંધિત એવી ગાર્નેટ ને બેન્ટોનાઈટ પાવડર તરીકે જાહેર કરીને મોકલવાનો કારસો રચાયો હતો. ૧૪૦ ટન ગાર્નેટની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 50 કરોડ જેટલી આપવામાં આવે છે.કસ્ટમસ વિભાગ ની ખાસ તપાસ ટીમ દ્વારા વધુ વિગતો અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. આજે તો કઈ કંપની મોકલી રહી હતી અને તે કોને મોકલવામાં આવી રહ્યું હતું ઉપરાંત ત્યાં રીસીવર કોણ હતું એ તમામ વિગતોની તપાસ ઝીણવટ પૂર્વક કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મુન્દ્રા પોર્ટ ખાતે થી આંતરરાષ્ટ્રીય સ્તરે માલ લેવા મોકલવામાં આવે છે