-
Today 22-12-2024 12:43:am
અબડાસા ના નુંધતાડ ગામ માં ક્રિકેટ થકી એકતા અને સેવા ની સુવાસ પ્રસરી છે અને તેના માટે તમામ શ્રેય જાય છે અબડાસા ના અગ્રણી એવા હનીફ બાવા પડિયાર્ તેમજ વિપુલ ભાનુશાલી જેવા અગ્રણીઓ ને. તાજેતરમાં અબડાસા ખાતે એકતા કપ ક્રિકેટ ટુર્નામેન્ટ ખૂબ સારી રીતે રમાડવામાં આવી અને તેમાં લાખેણા ઇનામો પણ આપવામાં આવ્યા . આ ટુર્નામેન્ટમાં અબડાસા ભરમાંથી અનેક ટીમ વચ્ચે રસાકસી ભર્યો મુકાબલો થયો જેમાં નુંધાતડ ગામ ની કોહિનૂર ઇલેવન ટીમ વિજેતા થઈ હતી જ્યારે રનર્સ અપનો ખિતાબ નોમાંન ઇલેવને જીત્યો હતો. આ ટુર્નામેન્ટ થકી કુલ ૫૯ લાખ રૂપિયા એકઠા કરવામાં આવ્યા હતા. ટુર્નામેન્ટ ના આયોજક હનીફ બાવા પડ્યાર એ જણાવ્યું હતું કે આ તમામ રકમ સ્થાનિક લોકો માટે સ્વાસ્થ્ય અને મેડિકલ સુવિધા પૂરી પાડવા માટે તેમજ ગૌ સેવા માં ખર્ચ કરવામાં આવશે .આ ટુર્નામેન્ટ માં નાત જાત અને ધર્મ ના ભેદભાવ વગર સૌ કોઈએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો જે એકતા ની સફળતા ની નિશાની કહી શકાય અને આજના માહોલ માં જ્યારે ડગલે ને પગલે સ્વાર્થી તત્વો જેર ફેલાવી રહ્યા છે ત્યારે નુંધાતડ ગામે એકતા ની અનોખી સુવાસ ફેલાવી એક પ્રેરણાદાયી દૃષ્ટાંત પૂરું પાડ્યું છે. આ ટુર્નામેન્ટ ના કારણે સ્થાનિકો રમત ગમત અને ફિટનેસ પ્રત્યે જાગૃત થયા, ઇનામ માં કાર અને ટું વ્હીલર આપવામાં આવ્યા અને ગામ ના સેવા કાર્યો માટે લાખો રૂપિયા નું ડોનેશન એકઠું થયું,ગામ માં એકતા નું વાતાવરણ સર્જાયું અને તે પણ મોજ આનંદ સાથે ,એક કાંકરે બે પક્ષી મારવાની વાત સાંભળી હતી પરંતુ અહી તો એક કાંકરે અનેકને જીવાડવાની વાત છે .