-
Today 22-12-2024 01:09:am
કુદરત ની લીલા અપરંપાર છે એ વાત સાચી પરંતુ જ્યારે માનવી ની હૈયા સુઝ અને ટેકનોલોજી નો સંગમ થાય ત્યારે અનેક વખતે સુખદ આશ્ચર્ય રૂપ એવા કિસ્સા બનતા હોય ભચાઊ તાલુકામાં રહેતા રમીલાબેન સાથે પણ કંઈક આવી જ ઘટના બની તેમને ભચાઊ થી ગાંધીધામ હોસ્પિટલ માં પ્રસુતિ માટે મોકલવામાં આવ્યા પરંતુ હોસ્પિટલમાં આ કામ અઘરું છે તેમ કહીને તેમને ભુજ રીફર કરવામાં આવ્યા હતા જો કે રસ્તામાં જ તેમની તબિયત લથડતા 108 ની કીમત તેમનેહાઇવે પર જ એમ્બ્યુલન્સમાં પ્રસુતિ કરાવીને બે બાળકો ના જીવ બચાવી લીધા હતા. આ કેસની વિગત એવી છે કે ભચાઉ તાલુકામાં રહેતા રમીલાબેન ને પ્રસૂતિની પીડા ઉપડતા તેઓ નજીકમાં ભચાઉ જનરલ હોસ્પીટલમાં ગયા હતા. ત્યાં તપાસ કરતા માલુમ પડ્યું કે માતાને બે બાળકો છે તેથી તેઓ એ તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે ગાંધીધામ રામબાગ હોસ્પિટલમાં રિફર કર્યા . રામબાગ હોસ્પિટલ ના ડોક્ટરે તપાસ કરીને એમને રિસ્ક જણાતા ભુજ જી કે જનરલ હોસ્પિટલ માટે રિફર કર્યા. રામબાગ થી ભુજ લઈ જવા માટે 108 એમ્બ્યુલ્સમાં કોલ કરેલો. આ કોલ ભીમાસર 108 EMRI GHS ને મળતા તરત પેસન્ટને લઈને જી કે જનરલ ભુજ માટે નીકલ્યા હતા . અંજાર તાલુકાના સાપેડા ગામ નજીક પહોચતા માતાને પ્રસૂતિની પીડામાં વધારો થવાના કારણે એમ્બ્યુલન્સ માં ડિલિવરી કરાવવાની ફરજ પડેલ. 108 ના ઈએમટી મહેશ કપરૂપરા અને પાયલટ ગોપાલગર મેઘનાથી એ એમ્બ્યુલન્સ ને રોડની સાઇડ ઉભી રાખીને અમદાવાદના ફીજીસિયન ડૉ. લિપીની સલાહ લઈને યોગ્ય સાધનો, ડિલિવરી કીટ અને ટેકનિકનો ઉપયોગ કરીને બે બાળકોનો સફળતાપૂર્વક ડિલિવરી કરાવી હતી. બે છોકરાઓનો જન્મ થયેલ હોવાથી પરિવારે હર્ષની લાગણી અનુભવી. પછી માતાને અને બંને બાળકોને નજીકમાં અંજાર જનરલ હોસ્પિટલમાં દાખલ કરેલ. અત્યારે માતા અને બંને બાળકોની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું છે . ભિમાસર 108 ટીમના આ સરાહનીય કામ બદલ મેનેજર સુજિત અને ઈએમઈ હરેશ વાણિયા દ્વારા બિરદાવવામાં આવ્યા હતા.