-
Today 22-12-2024 01:28:am
અનેક વર્ષો બાદ કચ્છને કરોડો રૂપિયાના ખર્ચે નર્મદાનું પાણી તો મળ્યું પરંતુ પાણી પુરવઠા વિભાગની બેદરકારી કહો કે પછી લોકોની અવળચંડાઈ છાસવારે તૂટી જતા પાઇપ અને ભંગાણ ને પગલે છતે પાણીએ લોકોને ખાસ કરીને ભુજ શહેરને તરસ્યા રહેવાનો વારો આવ્યો છે. ભુજ નગરપાલિકા પાણી પુરવઠા યોજના અંતર્ગત GWIL હસ્તકની નર્મદાની અંજાર પમ્પીંગ સ્ટેશનથી ભુજ આવતી પાણીની મુખ્ય પાઈપ લાઈનમાં રતનાલ પાસે ભંગાણ પડેલ છે. જેથી GWIL તરફથી આ પાઈપ લાઈનની મેન્ટેનન્સ કામગીરી કરવાની હોઈ તા.૧૪/૧૧/૨૦૨૪ થી અંદાજે આગામી બે થી ત્રણ દિવસ સુધી ભુજ શહેરને નર્મદાનુ પાણી મળી શકશે નહી. જેથી શહેરીજનોએ પાણીનો કરકસર યુક્ત ઉપયોગ કરવો. તેમજ મેન્ટેનન્સ કામગીરી પુર્ણ થયેથી પાણી સપ્લાય રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે. નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી જાહેરાત ની શહેરીજનો ગંભીરપણે નોંધ લે અને પાણીનો ખૂબ જ કરકસરપૂર્વક ઉપયોગ કરે. જોકે પાઇપ લાઇન તૂટી જવાના કારણે રતનાલ પાસે તો નર્મદા મૈયા સાક્ષાત પ્રગટ્યા હોય તેવી સ્થિતિ સર્જાય છે અને નદી વહી નીકળી છે. જો તરફ શિયાળામાં નર્મદાના પાણી ફરી વળ્યા હોય તેવા દ્રશ્ય સર્જાયા છે. પાણીનો આવેડફાટ બંધ થાય અને તાત્કાલિક યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવે તો અનેક લીટર પાણીનો વેડફાટ બચાવી શકાશે