-
Today 22-12-2024 01:21:am
એક વખત અત્યાચાર કર્યા બાદ લાજવના બદલે ગાજતા હોય તેમ ફરી મહિલા ને પોતાની હવસ નો શિકાર બનાવવા માંગતા અસામાજિક તત્વો પોલીસ લોકઅપ માં પહોંચ્યા માંડવીના બાયઠ ગામે પરિણીત મહિલા સાથે ધાકધમકી કરી તેની પર ગેંગ રેપ આચરનારા બે નરાધમો ને પોલીસ લોકઅપ માં ધકેલી દીધા છે . બાયઠ ગામે ધોળા દિવસે બનેલી ઘટના ની વિગતો જોઈએ તો અંદાજે 40 વર્ષની એક મહિલા ને લાગ જોઈ મારી નાખવાની ધમકી આપી બે નરાધમો એ વારાફરતી હવસ ની શિકાર બનાવી હતી.આ દુર્ઘટના ના પગલે હતપ્રભ થઈ ગયેલી ભોગ બનનાર મહિલા કોઈ ને કહી કહી નહોતી શકી . ગઈ પાંચ તારીખે મોઢું દબાવી મારી નાખવાની ધમકી આપી બે શખ્સોએ વારાફરતી- દુષ્કર્મ ગુજાર્યું હતું અને પછીથી આ નરાધમો મહિલા કોઈ ને કહે છે કે કેમ તેની જાણે કે રાહ જોઈ રહ્યા હતા.આઘાત માં ગરકાવ મહિલા પોતાના પરિવારજનો ને આ અંગે વાત નહોતી કરી શકો પરંતુ ગામ માં જ રહેતા એક આરોપી એ ફરી તેનાં ઘર આસપાસ અન્ય ફેરા મારવાનું શુરૂ કરતા અત્યંત દરી ગયેલી મહિલા એ તેનાં પરિવાર ની અન્ય મહિલા સમક્ષ બધી વાત કરતા સમગ્ર મામલો ગઢશીશા પોલીસ મથકે પહોંચ્યો હતો અને ભોગ બનનારે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ માં અબડાસાના ડુમરા ગામના ભાવેશ માતંગ અને બાયઠના હુસેન સુમરાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને ગઢશીશાના પોલીસ ઈન્સપેક્ટર કે.એસ. ચૌધરીએ ભારતીય ન્યાયસંહિતાની કલમ ૭૦ (૧), ૩૫૧ (૩), ૩૩૩, ૫૪ તળે ફરિયાદ દાખલ કરી હતી. પોલીસ દ્વારા ગેંગ રેપ નો કેસ નોંધી તાત્કાલિક પગલા ભરી બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા .