-
Today 22-12-2024 12:51:am
શિક્ષક એટલે કે ગુરુ જેના ભરોસે વાલીઓ પોતાના માસુમ બાળકોને શાળાએ મોકલે છે કે તેઓ કશું સારી બાબત શીખીને આવશે. પરંતુ શિક્ષક જ રાક્ષસી કૃત્ય કરતો મળે ત્યારે વાલીઓનો આક્રોશ ફાટી નીકળે છે. માંડવી તાલુકાના વિઢ ગામની પંચાયતી પ્રાથમિક શાળામાં બન્યો. અહીંની પ્રાથમિક શાળા ના મુખ્ય શિક્ષક રજા પર હોવાથી નજીકમાં આવેલી બાંભડાઈ પ્રાથમિક શાળાના શિક્ષકને કહી નો ચાર્જ સોંપવામાં આવેલો અને તે નિયમિતપણે આ શાળામાં આવતો થયો. જોકે જોકે વિકૃત માનસ ધરાવતો આ શિક્ષક બાળકોને ભણાવવાના બદલે એના મોબાઇલમાં રહેલા અશ્લીલ ફોટોગ્રાફ દેખાડતો હતો. આ કહેવાતા ગુરુએ અગાઉ પણ લખણ ઝળકાવ્યા હોવાનું આધારભૂત વર્તુળોમાંથી જાણવા મળે છે અશ્લીલ અને અર્ધનગ્ન તસવીરો જોઈને વિદ્યાર્થીઓએ આગે પોતાના ઘરે વાત કરતા વાલીઓ શાળાએ પહોંચ્યા હતા અને શિક્ષકને પાઠ ભણાવવાના પુરા મૂડમાં હતા પરંતુ સમય પારખી ગયેલો આ લપટ શિક્ષક શાળાને તાળા મારીને પોબારા ભણી ગયો હતો. ત્યારબાદ ગામ લોકોએ સાથે મળીને આ અંગે ગામના સરપંચ ને વાત કરી હતી. સરપંચ મહેન્દ્રસિંહ જાડેજાએ આ અંગે બામડાઈ ગામમાં પણ તપાસ કરાવી હતી અને ત્યાં પણ પેલો શિક્ષક પહોંચ્યો ન હોવાનું જાણવા મળ્યું હતું. અંતે તમામ લોકોએ ભેગા મળીને આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચાડ્યો હતો અને જિલ્લા કક્ષાએ પણ આ અંગે રજૂઆત કરવાનું નિર્ધારિત કરાયું છે