-
Today 22-12-2024 12:54:am
પૂર્વ કચ્છ માં ચકચારી બનેલા એવા પોતાને ત્યાં ટયુશનમાં આવતી નાબાલીક વિદ્યાર્થીનીને પ્રેમજાળમાં ફસાવી લલચાવી ફોસલાવી અપહરણ કરી જનારો લંપટ શિક્ષક અંતે પોલીસ ના હાથે ઝડપાઈ ગયો છે .તેની સામે પોક્સો તથા બળાત્કાર અંગે ની કલમ લગાડીને તેને પોલીસ પંજાબ ના અમૃતસરથી પકડી પાડયો છે. અંજાર વિસ્તારમાં રહેતી નાબાલીગ વિદ્યાર્થીની જયા ટયુશન જતી હતી તે ટ્યુશનના શિક્ષકએ લલચાવી ફોસલાવી પોતાની પ્રમજાળમાં ફસાવી અંજારથી અલગ અલગ જગ્યાએ અમૃતસર પંજાબ ખાતે ભગાડી લઈ ગયો હતો જે સમગ્ર કચ્છ માં ચકચારી બન્યો હતો. આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ભોગબનાર તથા આરોપીને શોધવા અલગ અલગ ત્રણ ટીમો બનાવી પોલીસે શોધ આરંભી હતી. પોલીસ ઇન્સપેક્ટર એ.આર.ગોહીલ તથા પોલીસ સ્ટાફની ટીમો ત્રણ ટીમો બનાવી અંજાર પોલીસ સ્ટેશન ગુ.૨.ન.૧૧૯૯૩૦૦૩૨૪૧૨૨૦/૨૦૨૪ બી.એન.એસ.કલમ- ૧૩૭(૨), ૬૪(૨)(એફ) (એમ) તથા પોકસો એક્ટ કલમ ૪(૧). ૬ આરોપીને શોધી કાઢવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન હ્યુમનશોર્સ તેમજ ટેકનીકલ સર્વલન્સની મદદ આધારે લંપટ શિક્ષક પંજાબના અમૃતસર તરફ હોવાનું જણાય આવતા તુરંત એક પોલીસ સબ ઈન્સપેક્ટર સાથે એક પોલીસ ટીમ બનાવી તાત્કાલીક પંજાબ રાજયના અમૃતસર ખાતે મોકલી આપવામાં આવી હતી .અમૃતસર શહેર તથા આજુબાજુમાં આવેલ તમામ હોટલો ઢાબા ફાર્મ હાઉસ તથા ભાડે આપતા મકાનોની ખંત પુર્વક તપાસ કરતા આરોપી શિક્ષક નીખીલ વાસુદેવ સેવકાણી રહે.પ્લોટ નં.૨૦૬ ઘનશ્યામનગર મેઘપર બોરીચી મળી આવતા તેને પકડી પાડી અપહરણનો ભોગબનાર નાબાલીગ છોકરીને આરોપીના કબ્જામાંથી મુકત કરાવી ભોગબનારને તેના પરિવારને સુરક્ષીત સોપી દેવામાં આવી હતી. પોલીસે આરોપીને અંજાર પોલીસ સ્ટેશન લાવી તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ કેસમાં આઘાત જનક હકીકત એ છે કે જે દિવસે આરોપી કિશોરી ને લઈ ને ભાગ્યો તે જ દિવસે તેની પત્ની એ પુત્રીને જન્મ આપ્યો હતો અને તે માસુમ બાળકી બીમાર હોય તેને હોસ્પિટલ માં દાખલ કરવામાં આવી હતી. આ કામગીરીમાં પોલીસ ઇન્સપેકટર એ.આર.ગોહીલ તથા પોલીસ સબ ઈન્સ એમ.એમ.ઝાલા તથા જે.એસ.ચુડાસમા તથા પી.એન.ઝાલા વગેરે સાથે રહ્યા હતા.