-
Today 22-12-2024 01:15:am
વડાપ્રધાન મોદીએ આજરોજ અમરેલી ખાતે લાઠીમાં,આયોજિત એક કાર્યક્રમમાં અંદાજે 1100 કરોડ રૂપિયા ના ખર્ચનો ભુજ-નલિયા ગેજ રૂપાંતર પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. ભુજ-નલિયા ગેજ રૂપાંતર પરિયોજના 1094.37 કરોડના રૂપિયા ખર્ચે પૂર્ણ થઈ છે.આ ખંડ માં 24 મોટા અને 254 નાના પુલો સાથે 3 રોડ ઓવર બ્રિજ અને 30 રોડ અન્ડર બ્રિજનો સમાવેશ થાય છે. આ યોજના ના કારણે સુદુર વિસ્તારોને અવિરત બ્રોડગેજ રેલ કનેક્ટિવિટી પૂરી પાડી છે. ભુજ-નલિયા રેલવે લાઇને પોર્ટ કનેક્ટિવિટી ને વધારીને નિકાસ/આયાતને પ્રોત્સાહન આપ્યું છે. આ ક્ષેત્ર માં સિમેન્ટ ઉદ્યોગોને પણ મોટો વેગ મળ્યો છે અને આને કારણે મીઠું, ખનિજો અને અન્ય કાચા માલના કાર્યક્ષમ પરિવહનની સુવિધા પણ મળી છે. આ વિકાસો થી રોજગારીની વધુ તકો ઉભી થશે , જેનાથી આ ક્ષેત્ર ની પ્રદેશની સામાજિક-આર્થિક પ્રગતિમાં સુધારો થશે.